મોરબીમાં કાલે બુધવારે યોજાશે સોળ સંસ્કાર સંગીત ડાયરો

- text


આંતરરાષ્ટ્રીય કલાકાર વિનોદભાઈ પટેલ સંગીતમય શૈલીમાં ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કાર અંગેનું મહત્વ સમજાવશે 

મોરબી : ભારતીય હિન્દૂ સંસ્કૃતિમાં જન્મથી લઈ મૃત્યુ સુધીના જીવનકાળમાં અલગ-અલગ 16 સંસ્કારોનું વિશેષ મહત્વ રહેલું છે પરંતુ આજના આધુનિક યુગમાં આ સોળ સંસ્કાર વિસરાઈ રહ્યા છે ત્યારે મોરબીના વિન્ટેલ ગ્રુપ ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા આંતરરાષ્ટ્રીય કલાકાર વિનોદભાઈ પટેલનો સોળ સંસ્કાર સંગીત ડાયરો આગામી તા.29ને બુધવારે મોરબી ખાતે યોજવામાં આવ્યો છે.

મોરબીના વિન્ટેલ ગ્રુપના કે.જી.કુંડારીયાએ મોરબીની જાહેર જનતાને નિમંત્રણ પાઠવતા જણાવ્યું છે કે, આવતીકાલે તા.29ને બુધવારે રાત્રે 9.30 કલાકે મોરબીના રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોક ખાતે ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા આંતરરાષ્ટ્રીય કલાકાર વિનોદભાઈ પટેલનો સોળ સંસ્કાર સંગીત ડાયરો યોજવામાં આવ્યો છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે,આંતરરાષ્ટ્રીય કલાકાર વિનોદભાઈ પટેલને સાંભળવા એ એક લહાવો છે. નવી પેઢી આ વિષે જાણે – સમજે અને અમલ કરે તેવી ભાવના સાથે આ અમારો નાનો એવો પ્રયાસ હોવાનું તેમને ઉમેર્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે, હિન્દુ શાસ્ત્રો મુજબ (૧) ગર્ભાધાન, (૨) પુંસવન, (૩) અનવલોભન, (૪) વિષ્ણુબલિ, (૫) સીમંતોન્નયન, (૬) જાતકર્મ, (૭) નામકરણ, (૮) નિષ્ક્રમણ, (૯) સૂર્યાવલોકન, (૧૦) અન્નપ્રાશન, (૧૧) ચૂડાકર્મ, (૧૨) ઉપનયન, (૧૩) ગાયત્ર્યુપદેશ, (૧૪) સમાવર્તન, (૧૫) વિવાહ અને (૧૬) સ્વર્ગારોહણ સહીત કુલ 16 સંસ્કારો છે. આ સોળ સંસ્કાર સંગીત ડાયરા અંગે વધુ વિગતો માટે નિમંત્રક કે. જી. કુંડારીયા, રાધે પટેલ મોબાઈલ નંબર ૯૬૧૦૩ ૪૭૦૦૭ તેમજ યોગી પટેલ મોબાઈલ નંબર ૯૭૮૯૭ ૭૧૧૧૬ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.વિશેષમાં આ ડાયરામાં આવનાર તમામ લોકોએ પ્રવર્તમાન કોરોના બીમારીને ધ્યાને લઈ ફરજીયાત માસ્ક પહેરીને આવવા આયોજકો દ્વારા ભાર પૂર્વક અનુરોધ કરવામાં આવ્યો છે.

- text