અમને વિશ્વાસમાં નથી લીધાનું કહી પાલિકાના 42 સભ્યોએ લાઈટ ખર્ચને બહાલી ન આપી

- text


45 ડી હેઠળના અંદાજે 6 કરોડ જેટલા કામો તેમજ 3 કરોડના ખર્ચે ખરીદેલ ઇલેક્ટ્રિક લાઈટ અંગેનો મુદ્દો પેન્ડિંગ રહ્યો : સભ્યોને વિશ્વાસમાં ન લેવાયાનો સુર

મોરબી : મોરબી નગરપાલિકામાં ભાજપની બાવને બાવન સીટ કબ્જે હોય પણ સતાની સાઠમારીમાં અંદરો-અંદર તડા પડ્યા છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક લાઈટની ખરદીમાં ભ્રષ્ટાચાર થયાની આશંકા સાથે આજે બજેટ અંગેની સામાન્ય સભામાં પણ ભાજપના 42 સભ્યોએ લાઈટના કામો અંગેની દરખાસ્ત મંજુર ન કરવા ભારે હોબાળો મચાવ્યો હતો અને લેખિત રજુઆત કરતા નગરપાલિકાએ 45 ડી હેઠળના અંદાજે 6 કરોડ જેટલા કામો તેમજ 3 કરોડના ખર્ચે ખરીદેલ ઇલેક્ટ્રિક લાઈટના કામો પેન્ડિગ રખાયા હતા.

મોરબી નગરપાલિકામાં આજે આગામી નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના 42 સભ્યોએ ઇલેક્ટ્રિક લાઈટની ખરીદીનો મુદ્દો મંજુર ન કરવા બાબતે રજુઆત કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ 42 સભ્યો વતી દેવાભાઈ અવાડિયાએ જણાવ્યું હતું કે, આજે બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં બે મુદા પેન્ડિગ રખાયા છે. એક લાઈટનો મુદ્દો અને 45 ડી હેઠળના અંદાજે 6 કરોડ જેટલા કામોને મંજુર કરાયા નથી. અમે 42 સભ્યોએ લાઈટની ખરીદી, ગટર, રોડના કામોમાં અમને વિશ્વાસમાં લીધા નથી.

વધુમાં રૂપિયા 3 કરોડની ઇલેક્ટ્રિક લાઈટ ખરીદી છે અને બિલ પણ ચુકવાય ગયું છે. આ મુદ્દે અમે 42 સભ્યોએ વિરોધ કરતા આ બન્ને મુદા હાલ નગરપાલિકાએ પેન્ડિગ રાખ્યા છે. લાઈટની ખરદીમાં ભ્રષ્ટાચાર થયાની આંશકા સાથે આ મુદાને પડતો મુકાયો છે અને આ બન્ને મુદામાં 42 સભ્યોને કોઈ જાણ કરાઈ ન હતી. તેંમજ વિશ્વાસમાં પણ લીધા ન હતા. એમને આ વિશે કોઈ ખબર ન હોવાથી અને જે તે ચેરમેનો કે પદાધિકારીઓએ 42 સભ્યોને પૃચ્છા પણ કરી નથી. એટલે નગરપાલિકાએ 45 ડી હેઠળના અંદાજે 6 કરોડ જેટલા કામો તેમજ 3 કરોડના ખર્ચે ખરીદેલ ઇલેક્ટ્રિક લાઈટના કામોને બહાલી આપવાની દરખાસ્તને હાલમાં પેન્ડિગ રાખવામાં આવી હતી.

- text

- text