મોરબીના પછાત વિસ્તારોમાં કામો ન થતાં ભાજપી કાઉન્સીલરો આકરાપાણીએ

- text


રોહિદાસ પરા પાસે મેરીટાઈમ બોર્ડ કચેરી નજીક ગટરનું ગંદુ પાણી નીકળતું હોય અને પીવાના પાણીમાં ગટરના પાણી ભળવા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા ભાજપના કાઉન્સીલરોએ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી

મોરબી : મોરબી નગરપાલિકામાં બાવને બાવન સીટ ભાજપની હોય અને ભાજપના એકચક્રી શાસન વચ્ચે પણ પછાત વિસ્તારોમાં કામો ન થતા હોવાની રાવ સાથે ખુદ ભાજપી કાઉન્સીલરો આકરાપાણીએ થયા છે. જેમાં રોહિદાસ પરા પાસે મેરીટાઈમ બોર્ડ કચેરી નજીક ગટરનું ગંદુ પાણી નીકળતું હોય અને પીવાના પાણીમાં ગટરના પાણી ભળવા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા ભાજપના કાઉન્સીલરોએ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.

મોરબીના વીસીપરા અંદર આવેલ રોહિદાસ પરા વિસ્તારના ભાજપના નગરસેવક મનુભાઈ સારેસાએ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ગટરની સમસ્યા છે જેમાં મેરિટાઇમ બોર્ડ કચેરી પાસે એક વર્ષથી ત્રણ ફૂટ જેટલું ગટરની ગંદુ પાણી નીકળે છે. ઘણા સમયથી ગટરની સફાઈ જ થતી નથી. ગટરની સફાઈ થતી ન હોવાથી ગટરનું ગંદુ પાણી 3 ફૂટ જેટલું ઉભરાય છે અને પીવાના પાણીમાં ભળે છે. જેથી પીવાનું પાણી પીવાલાયક રહ્યું નથી. ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થતું હોવાથી સમસ્યા ઘણી જ ગંભીર છે. આ ગટર સફાઈ કરવાની તેઓ છેલ્લા એક વર્ષથી પાલિકા પ્રમુખને રજુઆત કરે છે પણ આ પ્રશ્ને તેઓ ધ્યાન આપતા નથી. ગટર ઉપરાંત રોડ રસ્તા સહિત પ્રાથમિક સુવિધાના કોઈ કામો થતા નથી. તેથી જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહિ થાય તો આ વિસ્તારના ચારેય કાઉન્સીલરો ઉપવાસ આંદોલન કરશે તેવું જણાવ્યું હતું.

- text

- text