મોરબી ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરાઈ

- text


મોરબીઃ 24 માર્ચના રોજ નવજીવન ટ્રસ્ટ TI-CC પ્રોજેક્ટ મોરબી ખાતે “વિશ્વ ટીબી દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા ટી.બી. કેન્દ્ર મોરબીમાંથી પિયુષભાઈ જોષી, કલ્પેશભાઈ, રાજુભાઈ તથા મોરબી સિવિલ હોસ્પિટલના આર્ટ સેન્ટરમાંથી સોહીલભાઇ તથા વિહાનમાંથી ભવદીપભાઈ, મહાવીરસિંહ તથા પીપલ્સ ટ્રેનિંગ રીસર્ચ સેન્ટર (સિલિકોસિસ) વિભાગમાંથી ચિરાગભાઈ ચાવડા તથા દિપ્ટી હેલ્થ સેન્ટરના તમામ સ્ટાફે હાજરી આપી હતી.

જેમાં વિશ્વ ટી.બી દિવસ 2023 અંતર્ગત YES ! WE CAN END TB- 2023 થીમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના હેલ્થ મંત્રાલયના “પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત અભિયાન 2025” માં ભારતમાંથી ટી.બી જેવા ગંભીર રોગ નાબૂદ થાય તે માટે ટી.બી.ના લક્ષણો તથા સારવાર વિશે માહિતી આપવામાં આવી હતી. TB ના દર્દીને ન્યુટ્રીશીયન કીટ વિતરણ કરી તેમજ રંગોળી અને ICE મટીરીયલ્સ વિતરણ કરી લોકોને અવેરનેસ કરવામાં આવ્યા હતા. તેમજ લોકો પોતે આવા ગંભીર રોગો તેમને તથા તેમના પરિવાર અને સોસાયટીના લોકોને ન થાય તે માટે યોગ્ય સાવચેતી રાખે તેવુ આહવાન કરવામાં આવ્યું હતું.

- text

- text