રવાપર ચોકડી નજીક ક્રેટા કાર ભડભડ સળગી ઉઠી

- text


મોરબી : મોરબીની રવાપર ચોકડીએ એક ક્રેટા કાર ભડભડ સળગી ઉઠતા થોડીવારમાં માટે અફડાતફડી મચી ગઇ હતી. આ બનાવ અંગે મોરબી ફાયર સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રવાપર ચોકડીએ આજે એક કારમાં કોઈ કારણોસર આગ લાગતા કારનો આગળનો અને પાછળનો ભાગ સળગી ઉઠ્યો હતો. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગને બુઝાવી નાખી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

- text

- text