મોરબી જિલ્લા સતત બીજા દિવસે કોરોના બ્લાસ્ટ : નવા 18 કેસ નોંધાયા

- text


 

મોરબી ગ્રામ્યમાં 11, મોરબી શહેરમાં 6 અને હળવદ ગ્રામ્યમાં 1 કેસ

મોરબી : મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના બ્લાસ્ટ થયો છે. ગઈકાલે 17 કેસ નોંધાયા બાદ આજે ફરી નવા 18 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 671 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 18 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી ગ્રામ્યમાં 11 કેસ, મોરબી શહેરમાં 6, હળવદ ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે.

- text

બીજી તરફ આજે એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી. એક્ટિવ કેસની સંખ્યા આજની સ્થિતિએ 38એ પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કોરોના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. જેથી લોકોએ હવે તકેદારી રાખવું જરૂરી બન્યું છે.

- text