મોરબીની એલ.ઈ. કોલેજમાં સેન્સિટાઇઝેશન સેમિનાર યોજાયો

- text


મોરબીઃ તાજેતરમાં મોરબીની એલ. ઈ. કોલેજ (ડીગ્રી) ખાતે SSIP 2.0 Sensitization Program “Need of IPR to meet the various agendas of G20” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં મોરબીના કલેકટર ડો. જી. ટી. પંડ્યા મુખ્ય મહેમાન તરીકે હાજર રહી ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ઇનોવેટીવ વિચારોને બિઝનેસ સુધી પહોંચાડવા માટેની SSIP 2.0 યોજના અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર રહેલા શાળા તથા કોલેજના આચાર્યો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ આ યોજનાનો વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લઇ શકે તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું. સંસ્થાના આચાર્ય ડો. બી. એન. સુથારના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સંસ્થાના SSIP કોર્ડીનેટર ડો. એન. એમ. ભટ્ટ દ્વારા SSIP 2.0 યોજના વિષે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રાજકોટની સરકારી એન્જિનિયરીંગ કોલેજ, AVPTI, મોરબીની ડીપ્લોમાં એન્જિનિયરીંગ કોલેજના આચાર્ય અને સંસ્થાના SSIP કોર્ડીનેટર ઉપરાંત મોરબી શહેર તેમજ આસપાસની શાળાઓના આચાર્યો સહીત આશરે 125 શિક્ષણવિદોએ હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ પણ હાજર રહી SSIP 2.0 અને IPR ના વિવિધ પાસાઓ વિશે માર્ગદર્શન મેળવ્યું હતું.

- text

- text