મોરબી એસટી ડેપોને બે સ્લીપર કોચ સહિત ત્રણ નવી બસ ફાળવાઇ

- text


નવી બસો આવતા હવે લાંબા રૂટના મુસાફરોને જૂની પુરાણી ખખડધજ બસોમાંથી મુક્તિ મળશે

મોરબી : મોરબી એસટી ડેપો પાસે જૂની ખખડધજ બસો ગમે ત્યારે દગો દેતી હોવાથી મુસાફરો કંટાળી ગયા હોય ત્યારે હવે રાજ્યના એસટી નિગમ દ્વારા મોરબી એસટી ડેપોને બે સ્લીપર કોચ સહિત ત્રણ નવી બસો ફાળવવામાં આવી છે.નવી બસો આવતા હવે મુસાફરોને જૂની પુરાણી ખખડધજ બસોમાંથી મુક્તિ મળશે.

- text

મોરબી એસટી ડેપોના મેનેજર ભાવનાબેન જોશીના જણાવ્યા મુજબ લાંબા સમયથી મોરબી એસટી બસોને નવી નકોર બસો ફાળવવાની તાતી જરૂરિયાતને ધ્યાને લઈને રાજ્યના એસટી નિગમ દ્વારા મોરબી એસટી ડેપોને ત્રણ નવી બસની ભેટ આપવામાં આવી છે. જેમાં બે સ્લીપર કોચ બસ અને એક મીની બસ ફાળવવામાં આવી છે. આ બે સ્લીપર બસ દાહોદ બાજુ દોડવામાં આવી રહી છે અને એક મીની બસ મોરબી જામનગર વચ્ચે દોડાવવામાં આવી રહી છે. મોરબી એસટી ડેપો પાસે હવે 56 બસો છે. અગાઉ જૂની સ્લીપર બસો ભંગાર હાલતમાં થઈ ગઈ હોય ચાલી શકે એમ ન હોવાથી આ નવી બે સ્લીપર બસ ફાળવવામાં આવી છે.આથી લાંબા સમયથી જે ખખડધજ બસો અધવચ્ચે બંધ થઈ જતી અને મુસાફરો અધવચ્ચે લટકી જતા ત્યારે હવે નવી બસોથી મુસાફરોને થોડી રાહત થશે.

yellow city bus clipart

- text