મોરબીની સીટી પુરવઠા કચેરીમાં ઘરની ધોરાજી 

- text


કર્મચારીઓ મન પડે ત્યારે આવતા હોય અરજદારોને હાલાકી : જિલ્લા પુરવઠા અધિકારીને રજુઆત 

મોરબી : મોરબી સામેકાંઠે એન.સી.સી.કંપાઉન્ડ ખાતે આવેલ સીટી પુરવઠા કચેરીમાં કર્મચારી મન પડે ત્યારે આવતા હોય અહીં રેશનકાર્ડની કામગીરી માટે આવતા અરજદારોને ધરમ ધક્કા ખાવા પડતા હોય જાગૃત નાગરિક દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે.

મોરબીના જાગૃત નાગરિક પી.પી.જોશીએ જિલ્લા પુરવઠા અધિકારીને ફરિયાદ કરતા જણાવ્યું છે કે, સીટી પુરવઠા ઓફીસ સમયસ૨ ન ખોલતા અરજદારોને બેસીને પરત ફરવું પડે છે, મોંઘા રીક્ષા ભાડા ખર્ચીને આવતા અરજદારોને કચેરીમાં કલાકો સુધી બેસવું પડે છે, આ મામલે નાયબ મામલતદારને રજુઆત કરતા મહીલા નાયબ મામલતદાર સાંજે ૪ વાગ્યે આવેલ તેમને પુછતા પણ કોઈપણ જાતનો જવાબ આપેલ નહી અને કચેરીમાં રીશેષ ક્યારે પડે છે તે અંગે કોઈ જાણકારી આપવામાં આવતી ન હોવાનું તેમને જણાવ્યું હતું.

- text

વધુમાં મામલતદાર મોરબી સીટી વિસ્તારમાં વી.સી.ફાટક પાસે તેમની ઓફીસ છે જેથી કોઈ ત્યા જવાબદાર અધીકારી ન હોય આ કર્મચારીઓ પોતાની મનમાની કરે છે અને પ્રજા હેરાન થાય છે આ બાબતે મામલતદાર મોરબી સીટીને રૂબરૂ મળેલ ત્યા તેમને સંતોષ કારક જવાબ મળેલ છે જે તેમનો કોઈ દોષ નથી આવા અધિકારી કર્મચારીને કારણે સરકાર બદનામ થાય છે અને સરકારની પ્રતિષ્ઠાને હાની થાય છે. તેમજ એન.એસ.એફની અરજીઓ ચાર મહીના થવા છતાં તેનો નિકાલ થતો નથી પરંતુ કોઈ પ્રસાદ ધારે તો અરજીનો નિકાલ ૮ (આઠ) દિવસમાં થઈ જાય છે.આથી આ બાબતે યોગ્ય પગલાં ભરવા જાગૃત નાગરિક પીપી જોષીએ જિલ્લા પુરવઠા અધિકારીને રજુઆત કરી છે.

- text