મોરબી જિલ્લામાં પરપ્રાંતીય મજૂરોને કામે રાખી પોલીસને જાણ નહિ કરનાર વધુ 11 દંડાયા

- text


મોરબી – શહેર અને જિલ્લામા પોલીસ દ્વારા જાહેરનામા ભંગની કાર્યવાહી

મોરબી : મોરબી શહેર અને જિલ્લામા પરપ્રાંતિય મજૂરોને કામે રાખવા તેમજ મકાન ભાડે આપી પોલીસને જાણ નહિ કરનારા આસામીઓ વિરુદ્ધ ગઇકાલે પણ કાર્યવાહી ચાલુ રહી હતી જેમાં 11 આસામીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.

જાહેરનામા ભંગ સબબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કબીર ટેકરી વિસ્તારના બહારના માણસોને ઓરડી ભાડે આપનાર કિશન નરસીભાઈ અગેચણિયા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. હળવદ પોલીસે અમરાપર ગામે મિનરલ પ્લાન્ટમાં પરપ્રાંતિય મજૂરોને કામે રાખનાર કમલેશ પનજી ચૌહાણ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. જ્યારે માળીયા પોલીસે ચાચાવદરડા ગામે ઇવા સીરામિકમાં પરપ્રાંતિય મજૂરને કામે રાખી પોલીસને જાણ ન કરી એસ્યોર મોરબી એપ્લિકેશનમા ઓનલાઈન નોંધ ન કરનાર અરવિંદ અંબાવીભાઈ ભુવા નામના કોન્ટ્રાકટર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

ટંકારા પોલીસે ટંકારા – લતીપર ચોકડીએ ગાયત્રી ચેમ્બરમાં આવેલ સ્પા સંચાલક એવા રાજકોટના અશ્વિનકુમાર કેશવજીભાઈ ચનીયારા વિરુદ્ધ પરપ્રાંતિય લોકોને કામે રાખી પોલીસને જાણ નહિ કરવા બદલ કાર્યવાહી કરી હતી. જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર રોડ ઉપર આવેલ પવનપુત્ર મિનરલ કારખાનામાં પરપ્રાંતિય લોકોને કામે રાખનાર હસમુખ મનસુખભાઇ દેત્રોજા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

- text

ઉપરાંત વાંકાનેર સીટી પોલીસે નિઓન રીફક્ટ્રી રાજવડલાના કોન્ટ્રાકટર મોનિભાઈ મધુમંગલ રાય વિરુદ્ધ, નવા પંચાસર રોડ ઉપર આવેલ રોનક સિમેન્ટ પ્રોડક્ટના કોન્ટ્રાકટર ગુલાબભાઈ અબ્દુલભાઇ શેરસિયા વિરુદ્ધ તેમજ સોલેકસો સિરામિકના કોન્ટ્રાકટર વિશાલ વિનોદભાઈ શેઠ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત વાંકાનેર સીટી પોલીસે ગાયત્રી મંદિર સામે આવેલ કિશન બેકરીમાં બહારના માણસોને કામે રાખનાર કમલેશ મનજીભાઈ ધરોળિયા અને રાજા વડલામાં નિયોન રીફક્ટ્રીમાં કોન્ટ્રાકટ ધરવતા ધનજી ભીખા ઉઘરેજા વિરુદ્ધ જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી સાથે જ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે રામકૃષ્ણનગરમાં રહેતા મનુભા ભુરુભા જાડેજા વિરુદ્ધ પરપ્રાંતિય લોકોને કામે રાખી પોલીસને જાણ નહિ કરવા બદલ કાર્યવાહી કરી તમામ આસામીઓને એસ્યોર મોરબી એપમાં પરપ્રાંતિય મજૂરોની નોંધ કરવવા સબક આપ્યો હતો.

- text