મોરબીના પીપળી નજીક બનેલા હત્યાના બનાવમાં મૃતકના વાલી વારસની શોધખોળ

- text


 

 

મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તે બે મજૂરોએ અજાણ્યા યુવકની હત્યા કર્યાના બનાવમાં તાલુકા પોલીસે અજાણ્યા યુવકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

- text

મૃતક યુવક શરીરે મધ્યમ બાંધાનો, વાન ઘઉં વર્ણો છે. મરણ જનારે શરીરે રાખોડી કલરનુ અડધી બાયનુ ટી શર્ટ અંદર કાળા કલરનું ગ્રે ગંજી, સફેદ આછા રંગનું લોઅર પેન્ટ પહેરેલ છે. મરણના જમણા હાથની કલાઇ પાસે હિંદીમાં રમેશ અને બિજુ એક નામ ત્રોફવેલ છે. પુરૂષને આરોપીઓએ લાકડાના ધોકા વડે શરીરે આડેધડ માર મારી ઇજા કરી મોત નિપજાવતા ઉપરોક્ત ગુન્હો દાખલ થયેલ હોય આ કામે મરણજનારની લાશની ઓળખ થયેલ ન હોય મરણજનારની લાશને મોરબી સરકારી હોસ્પિટલના પી એમ રૂમમાં કોલ્ડસ્ટોરેજમાં રાખવામા આવેલ હોય તેના સગા સંબંધીની કોઇ ઓળખ થયેલ ન હોય જેથી મરણ જનારના લાશની ઓળખ અંગે કોઈ જાણતું હોય તો મોરબી તાલુકા પો.નં-૦૨૮૨૨-૨૪૨૫૯૨ અથવા કે.એ.વાળા પો.ઇન્સ. મોરબી તાલુકા પોસ્ટ મો.નં-૯૯૧૩૫૭૨૧૭૨નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text