મોરબી એસીબીએ લાંચિયા સરપંચ પુત્રને રૂ.1.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

- text


વાંકાનેરમાં એન્ટી કરપશન બ્યુરોનું સફળ છટકું : રાજકોટના સણોસરા ગામના સરપંચ વતી લાંચ સ્વીકારી

મોરબી : બાંધકામ મંજૂરી માટે ગ્રામ પંચાયતોમાં બેફામ લાંચ લેવાતી હોવાનું જગ જાહેર છે ત્યારે આજે મોરબી એન્ટી કરપશન બ્યુરોએ વાકાનેર ખાતે રાજકોટના સણોસરા ગામના લાંચિયા સરપંચ પુત્રને રૂપિયા 1.50 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લેતા ભ્રષ્ટાચાર આચરતા સરપંચોમા ફફડાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના સણોસરા ગામ નજીક શ્રીનાથજી પોલીટેકના સેડ બાંધકામનો મજુરી કોન્ટ્રાકટ રાખનાર આસામીએ સણોસરા ગ્રામ પંચાયતમાંથી બાંધકામની મંજુરી મેળવવા કાર્યવાહી કરતા સણોસરા ગ્રામ પંચાયતનેે અરજી કરતા સણોસરા ગ્રામ પંચાયતમાંં મહિલા સરપંચ જુબેદાબેને સરપંચને લગત કોઇ પણ કામ પોતાનો દિકરો રાહિદ કરતો હોય તેની સાથે વાત ચીત કરવા જણાવ્યુ હતું.

- text

જો કે કોન્ટ્રાકટર સરપંચના પુત્ર રાહિદને રૂબરૂ મળતા બાંધકામની મંજુરી આપવાના રૂ.૨,૫૦,૦૦૦/- ની માંગણી કરી રકજકના અંતે રૂ.૧,૫૦,૦૦૦/- નુુ નકકી કરેલ અને ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરીયાદીએ મોરબી એ.સી.બી. પો.સ્ટે. ખાતે ફરિયાદ આપતા, ફરિયાદ આધારે એસીબી પીઆઇ જે.એમ.આલ દ્વારા આજરોજ પંચો રૂબરૂ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી સરપંચના દિકરા રાહિદને મળતા તેને રૂ.૧,૫૦,૦૦૦/- ની માંગણી કરેલ. જે લાંચના નાણાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ ની હાજરીમાં માંગી, સ્વીકારતા એસીબીએ સરપંચ પુત્રની ધરપકડ કરી હતી.

- text