ટંકારાની ગાયત્રીનગર શાળામાં હોળીની ઉમંગભેર ઉજવણી

- text


ટંકારા : ટંકારાની ગાયત્રીનગર તાલુકા શાળામાં ગઈકાલે 6 માર્ચના રોજ હોળી પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. હોળી પર્વની ઉજવણીમાં ધો. 1થી 8 ના તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને શૈક્ષિક સંઘના અધ્યક્ષ ડાયાલાલ બારૈયા અને આચાર્ય તેમજ શૈક્ષિક સંઘના મહામંત્રી રસિકભાઈ ભાગીયા જોડાયા હતા અને હોળીની સૌને શુભકામના પાઠવી હતી. સાથે બેગલેસ સ્કૂલ કાર્યક્રમ અંતર્ગત બહેનો દ્વારા શાળામાં સરસ વાનગી બનાવીને તમામ માટે નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

- text

- text