મોરબીના સિમ્પોલો ફેકટરીમાં રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાઈ.

- text


મોરબી : રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઉજવણીના ભાગરૂપે મોરબીની સિમ્પોલો વિટ્રિફાઇડ ફેકટરીમાં સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

નેશનલ સેફ્ટી કાઉન્સિલ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની સ્થાપના ભારતમાં 4 માર્ચે કરવામાં આવી હતી, તેથી ભારત માં આ દિવસને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ આપણા જીવનના જુદા જુદા સમયે જાગૃતિ કે ધ્યાનના અભાવે થતા અકસ્માતોને રોકવાનો છે. ત્યારે સિમ્પોલો વિટ્રીફાઇડ પ્રાઇવેટ લિમિટેડ દ્રારા આ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કર્મચારીઓ આધોગિક એકમમાં અકસ્માત થવાના કારણો જાણી શકે અને તેને રોકવા માટેની સમજ કેળવવી તેમજ શિક્ષિત કરવા અને જાગૃતિ લાવવા સેફ્ટી ઓફિસર અને એચઆર ટીમ દ્વારા કર્મચારીઓને જુદી જુદી પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.

સુરક્ષા સપ્તાહનું સિમ્પોલો ગૃપના સીએમડી જીતેન્દ્ર અઘારા દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, સલામતી એ આપણી આજની પ્રવૃત્તિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સિમ્પોલો ફેકટરીમાં સુરક્ષા કલ્ચર બનાવવા દરેક વ્યક્તિએ મુખ્ય યોગદાનકર્તા બનીને આ પરિવર્તન માટે સકારાત્મક વલણ કેળવવું જોઈએ. આ કાર્યક્રમમાં જુદી જુદી પ્રવૃતિ કરવામાં આવી હતી જેવી કે સુરક્ષાના બેનર અને પોસ્ટર ડિસ્પ્લે કરવા, સુરક્ષા પ્રતિજ્ઞા લેવડાવવી અને તેમના હસ્તાક્ષર પ્રતિજ્ઞા બોર્ડ પર કરી સુરક્ષા પ્રત્યે એક જવાબદાર કર્મચારી બનવું, સેફ્ટી બેજ આપીને બધાને વચનબદ્ધ કરવા, ફોટો સ્ટેન્ડ પર ફોટો પાડીને લોકોને શેર કરી જાગૃતિ ફેલાવવી, તેમજ પોસ્ટર કોમ્પિટીશન માટે પોસ્ટર કીટ આપીને સુરક્ષા પોસ્ટર બનાવવા જેવી અલગ અલગ પ્રવૃત્તિ કરી સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

- text

- text