“સિતારે નવયુગ” મોરબીની નવયુગ વિદ્યાલયમાં એન્યુઅલ ફંક્શન યોજાયું

- text


મોરબીઃ મોરબીની નવયુગ વિદ્યાલયમાં ‘સિતારે નવયુગ’ શિર્ષક હેઠળ એન્યુઅલ ફંક્શનનું ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આયોજન કરવામાં આવ્યું હતું.

આ એન્યુઅલ ફંક્શનમાં ધોરણ 10 અને 12 બોર્ડમાં નંબર મેળવનારા વિદ્યાર્થીઓ તથા બોર્ડનું ઉચ્ચ પરિણામ લાવનાર શિક્ષકોને શિલ્ડ, ગિફ્ટ અને ઈનામો આપીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત સ્કૂલ કક્ષાએ વિવિધ પરીક્ષાઓ તથા ઈત્તર પ્રવૃત્તિમાં જિલ્લા તેમજ રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું, સ્કૂલમાં તમામ ક્ષેત્રે સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અઘેરા હિત, કંડિયા નિજ, ભેંસદડિયા રાધે, દેત્રોજા સંસ્કૃતિ, કાવઠિયા નંદની, ચારોલા સ્મિતનું મેડલ તથા શિલ્ડ આપી સન્માન કરાયું હતું.

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા, રંજનબેન પી. કાંજીયા તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાની પ્રેરણા અને માર્ગદર્શનથી નવયુગ વિદ્યાલયના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text

- text