મોરબીમાં મનો દિવ્યાંગ બાળકોએ તિલક હોળી ઉજવી

- text


મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા મનો દિવ્યાંગ બાળકોના વોકેશનલ સેન્ટરમાં ગઈકાલે રવિવારે હોળી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. બાળકોએ એકબીજાને તિલક કરીને તિલક હોળી ઉત્સવ ઉજવ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે મોરબી જિલ્લા સંઘ ચાલક લલિતભાઈ ભાલોડિયાએ ઉપસ્થિત રહીને મનો દિવ્યાંગ બાળકોને કુમકુમ તિલક કરી સાંસ્કૃતિક તહેવારને શિસ્તમય રીતે શ્રદ્ધાના રંગો દ્વારા ઉજવ્યો હતો. દિવ્યાંગ બાળકોને પોતાના હાથો રંગબેરંગી ક્લરો વાળા કરાવી મન તરંગોને ઉમંગમય બનાવી કલર થેરાપી કરાવી હતી.સાથે જ મિહિરભાઈ રાયકાનો જન્મ દિવસ હોય તે ખુશી નિમિત્તે દિવ્યાંગ બાળકો સાથે હનુમાનજીના મંદિરે દીપ પ્રગટાવી શ્રદ્ધા પૂર્વક હનુમાન ચાલીસાના પાઠ કરી દિવ્યાંગ બાળકો સાથે સાત્વિક ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. આ તકે સંત રોહિદાસ શાખાના સ્વયં સેવક ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text