મોરબીની લાયન્સનગર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસરુચિ વધે તેમજ દરેક ઘટના પાછળ રહેલું વૈજ્ઞાનિક કારણ સમજે,જ્ઞાન પ્રાપ્ત કરે તેવા હેતુથી આ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં ધો.1 થી 8 ના વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક રમકડાં,પ્રોજેક્ટ્સ અને વિવિધ મોડેલ્સ રજૂ કર્યા હતા. આ ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ શાળાના આચાર્યે તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text