મોરબીના લેમિનેટ કારખાનામાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડ્યું

- text


શોર્ટ સર્કિટને કારણે આગ ભભુક્યા બાદ બે ફાયર ફાઈટરની મદદથી આગ કાબુમાં લેવાઈ

મોરબી : મોરબીના લાલપર નજીક આવેલી રંગોલી લેમિનેટ ફેકટરીમાં ગઈકાલે રાત્રીના સમયે શોર્ટ સર્કિટને કારણે આગ લગતા મોરબી નગરપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગના બે ફાયર ફાયટરો બનાવ સ્થળે દોડી ગયા હતા અને કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. જો કે સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી ઉપરાંત સમયસર ફાયરબ્રિગેડનો કાફલો પહોંચી જતા મોટું નુકશાન થતા સહેજમાં અટક્યું હતું.

- text

- text