મોરબી – કચ્છના સાંસદના જન્મદિવસે મોરબી સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટનું વિતરણ 

- text


મોરબી : કચ્છ સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિનની અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોરબી સિવિલ હોસ્પિટલના તમામ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ડોકટરો અને સ્ટાફનું આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય અશોકભાઈ ચાવડા, જિલ્લા પ્રમુખ(અ.જા.મોરચો) અરજણભાઈ મકવાણા, કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકી, મનુભાઈ સારેસા, ભાનુબેન નગવડિયા,જેઠાભાઈ પારઘી, બાબુભાઈ પરમાર,મુળજીભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ સોલંકી, નટુભાઈ ચૌહાણ ,રાજેશભાઈ પરમાર, ગોપાલભાઈ સોલંકી ,જગદીશભાઈ ચાવડા ,રણછોડભાઈ મકવાણા જયંતીભાઈ ચૌહાણ ,રાજનભાઈ પુરબીયા, સુનિલભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text