નેશનલ હાઈવે – એક્સપ્રેસ – વે ઉપર વાહન ચલાવવું મોંઘુ પડશે

- text


5થી 10 ટકા ટોલટેક્સ વધશે : એપ્રિલ મહિનાથી ટોલટેક્સમાં વધારો કરવા તૈયારીઓ

મોરબી : જનતાને વધુ એક ઝટકો લાગશે, નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આગામી મહિને ટોલ ટેક્સમાં વધારો કરવા તૈયારી કરી લીધી છે, એપ્રિલ મહિનાથી હાઈવે અને એક્સપ્રેસવે પર દોડતા વાહનોને 5થી 10 ટકા વધુ ટોલટેક્સ ચૂકવવો પડશે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા રાષ્ટ્રીય રાજમાર્ગ શુલ્ક નિયમ 2008 મુજબ, શુલ્ક દરોમાં દર વર્ષે 1 એપ્રિલથી સુધારો કરવામાં આવે છે. ચાલુ વર્ષે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ ટેક્સમાં 5-10 ટકા સુધીની વધારો કરવાની તૈયારી કરી રહ્યું છે. ટોલ ટેક્સ દરોનો પ્રસ્તાવ 25 માર્ચ સુધીમાં મોકલવામાં આવશે. જે બાદ માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા મંજૂરી મળ્યા બાદ આ દર એપ્રિલથી લાગુ થઈ શકે છે. જેમાં કારો અને હલકા વાહનો માટે ટોલ ટેક્સમાં પાંચ ટકાનો વધારો થશે અને અન્ય ભારે વાહનોમાં 10 ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે સાથે જ માસિક પાસ યોજનામાં પણ વધારો થાય તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી હતી.

- text

- text