મોંઘા રિચાર્જ પ્લાનથી ટૂંક સમયમાં મળશે છુટકારો

- text


ટ્રાઈ દ્વારા ડ્યુલ સિમકાર્ડનો વપરાશ કરનાર ગ્રાહકો માટે ફક્ત ઇનકમિંગ સુવિધા માટે રિચાર્જ પ્લાન અમલી કરાશે

મોરબી : એરટેલ અને જીઓ જેવી ટેલિફોન કંપનીઓ રિચાર્જ પ્લાનની કિંમતમાં સતત વધારો કરી સસ્તા પ્લાન બંધ કરી દીધા છે ત્યારે મોંઘા થતા રિચાર્જ પ્લાનથી છૂટકારો આપવા માટે સરકાર તરફથી ખાસ પ્લાન અમલી બનાવવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ ટેલિકોમ રેગ્યુલેટરી એથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ડ્યુઅલ સિમ રાખતા લોકો માટે માત્ર ઈનકમિંગ અને એસએમએસ ઓનલી પ્લાન રજૂ કરવામાં આવી શકે છે. એટલે કે, આ પ્લાનમાં માત્ર ઈનકમિંગ કોલ અને એસએમએસની સુવિધા મળશે. તે એ યૂઝર્સ માટે બેસ્ટ હશે, કે જે ડ્યુઅલ સિમને એક્ટિવેટ રાખવા ઈચ્છે છે. તેમાં સેકન્ડ સિમનું રિચાર્જ અડધું થઈ જશે.

જોકે, સરકારનો આ પ્લાન ટેલિકોમ પ્લેયર પસંદ નથી કરી રહ્યા. સરકારનું માનવું છે કે, હાલના સમયમાં દેશની વસ્તીનો મોટો ભાગ અફોર્ડેબલ પ્રાઈસમાં મોબાઈલ ટેરિફની સુવિધાનો લાભ ઉઠાવી શકતો નથી. એવામાં સરકાર તરફથી ટેલિકોમ કંપનીઓની સામે ઓછી કિંમતમાં કોલ અને એસએમએસ ઓનલી પ્લાનનો વિચાર રજૂ કરાયો છે. તેનાથી નવા યૂઝર્સને જોડવામાં મદદ મળશે. ઈનકમિંગ કોલિંગ અને એસએમએસ ઓનલી પેકની કિંમત રેગ્યુલર પ્લાન કરતા અડધી થઈ શકે છે.

- text

જો કે, ટેલિકોમ કંપની જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાનું કહેવું છે કે, આ પ્રકારના પ્લાનથી એવરેજ રેવન્યુ પર યૂઝર વધારવામાં મદદ નહીં મળે. ટેલિકોમ ફર્મ મુજબ, ઈનકમિંગ હોય કે આઉટગોઈંગ, નેટવર્કનો ઉપયોગ બંનેમાં થશે. તેનાથી ટેલિકોમ સેક્ટરના રિસોર્સનો ઉપયોગ થશે. જ્યારે કે તેના બદલામાં કમાણી ઓછી થશે, કે જે ટેલિકોમ કંપનીઓને નુકસાન પહોંચાડી શકે તેમ હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

- text