ટંકારાના બંગાવડી ગામે ટિફિન સેવાના લાભાર્થે યોજાયું રામામંડળ

- text


રૂપિયા 4.51 લાખની રકમ એકત્ર કરી દર્દી માટે ચાલતી ટિફિન સેવામાં અર્પણ કરાઈ

ટંકારા : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે ટિફિન સેવા અને સહયોગ કરતી સંસ્થા સદભાવના ટ્રસ્ટના લાભાર્થે ટંકારાના બંગાવડી ગામે રામામંડળ યોજવામાં આવ્યું હતું. આ રામામંડળમાં રૂ. 4 લાખ 51 હજારની રકમ એકઠી થઈ હતી જે રકમ ટિફિન સેવામાં અર્પણ કરીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

ટંકારા તાલુકાના બંગાવડી ગામે મેંદપરા પરિવારના લાલજીભાઈ રૂગનાથભાઈ મેંદપરા, કિશનકુમાર લાલજીભાઈ મેંદપરા, ચંદ્રિકાબેન લાલજીભાઈ મેંદપરા, વૈશાલીબેન કિશનકુમાર મેંદપરાએ 4 માર્ચે રામામંડળ રમાડવા માટેનું આયોજન કર્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ટિફિન સેવા આપતા સદભાવના સંકુલના લાભાર્થે આ રામામંડળ રમાડવામાં આવ્યું હતું. રામામંડળ દરમિયાન એકત્રિત રકમ સામાજિક કાર્ય કરતી આ સંસ્થાને આપી સમાજ સેવાના કાર્યને પ્રોત્સાહન આપવાના મેંદપરા પરિવારના આ વિચારને સૌએ વધાવી લીધા હતો અને રામામંડળ દરમિયાન 4 લાખ 51 હજાર રૂપિયા એકઠા થયા હતા. આ રકમ ટિફિન સેવામાં અર્પણ કરી દેવામાં આવી હતી.

- text

છેલ્લા 14 વર્ષથી નિરંતર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેવાના ભેખધારી કાંતિભાઈ કાસુન્દ્રા અને તેમના પત્ની ભાવનાબેન મોરબી જિલ્લા સહિતના કોઈપણ દાખલ દર્દીના હમદર્દ બની રીપોર્ટ, દાખલ થવુ, આર્થિક મદદ અને ખાસ કરીને ભાવતા ભોજનિયા ભરપેટ ઘરે બનાવી દૈનિક ટિફિન સેવા વિના મૂલ્યે આપે છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ વર્ગના દર્દી આ સેવાનો લાભ મેળવતા હોય છે. આ ઉપરાંત હાલ 90 રૂમનું એક બિલ્ડિંગ સિવિલ હોસ્પિટલ નજીક ઉભુ થઈ રહું છે. જેની જમીન ખરીદી થઇ ગઇ છે જેમાં પણ મોરબી સહિતના અન્ય વિસ્તારોમાંથી સિવિલમાં અભ્યાસ અર્થે આવતી દીકરીઓ માટે 20 રૂમ બનાવવાનું કાંતિલાલ કાસુન્દ્રાનું સ્વપ્ન છે.

- text