મોરબીમાં માવઠાના વિઘ્ન બાદ ઠેર-ઠેર આસ્થાપૂર્વક હોલિકા દહન

- text


 

શહેરના દરેક વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોકે-ચોકે નિર્ધારિત સમયે હોળી પ્રગટાવાઈ, લોકોએ હોળીની પ્રદીક્ષણા કરી ખજૂર, નાળિયેર, ધાણી, પતાસા હોમીને પોતાના ભીતરમાં દુર્ગુણો રૂપી રહેલી આસુરી શક્તિનો નાશ કરવા પ્રાર્થના કરી

મોરબી : મોરબીમાં આજે આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજય તરીકે મનાવતું હોલિકા દહન પહેલા જ કમોસમી વરસાદનું વિઘ્ન આવ્યું હતું. જો કે થોડીવાર વરસાદ થતાં હોળીના આયોજનમાં થોડો વિક્ષેપ પડ્યા બાદ વરસાદ રહી જતા રાત્રે નિર્ધારિત સમયે આસુરી શક્તિ પર વિજય મેળવવાના પર્વ હોળીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું.શહેરના દરેક વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોકે-ચોકે નિર્ધારિત સમયે હોળી પ્રગટાવાઈ હતી અને લોકોએ હોળીની પ્રદીક્ષણા કરી ખજૂર, નાળિયેર, ધાણી, પતાસા હોમીને પોતાના ભીતરમાં દુર્ગુણો રૂપી રહેલી આસુરી શક્તિનો નાશ કરવા પ્રાર્થના કરી હતી.

મોરબીમાં આજે હોલિકા દહનની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબી શહેર અને તમામ ગામડાઓમાં આસ્થાપૂર્વક હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના રવાપર રોડ, શનાળા રોડ, વાવડી રોડ, પંચાસર રોડ, દરબાર ગઢ, માધાપર રામચોક , વાઘપરા, વિશિપરા, કાલિકાપ્લોટ, લાતીપ્લોટ,વજેપર, ગુ.હા.બોર્ડ તથા સામાકાંઠે અરુણોદય સોસાયટી, વેજીટેબલ રોડ, લાલભાગ,રિલીફ-રોટરીનગર, વિધુતનગર, સોઓરડી માળીયા વનાળિયા, જવાહર સોસાયટી, ગાંધી સોસાયટી, બૌદ્ધનગર, સહિતના તમામ વિસ્તારો અને ચોકે-ચોકે હોલિકા દહન કરવામાં આવ્યું હતું.તેમજ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પોરોણીક રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી.લોકોએ નાળિયેર સાથે હોળીની પ્રદક્ષિણા કરી હતી તેમજ હોલીમાં ખજૂર , ધાણી,દાળિયા, પતાસા વગેરે ચીજવસ્તુઓનું દહન કરીને પૂજાઅર્ચના કરી હતી અને કપૂરની ગોટી સળગાવી વાતાવરણમાં શુદ્ધિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.જ્યારે આ વખતે ધૂળેટીમાં અસમંજ હોવાથી આવતીકાલે કે બુધવારે ધુળેટીની ઉજવણીમાં નિર્દોષ મોજ મસ્તી અને ધમાલ સાથે રંગોની બોછર ઉડશે. અબાલ વૃધ્ધ સહિત સૌ કોઈ દુઃખ દર્દને ભૂલીને મિત્રો તથા સગાસ્નેહીઓ સાથે રંગપર્વ માનવી કડવાશભર્યા સંબંધોનું પૂર્ણવિરામ કરીને એકબીજાના જીવનમાં ઉમંગનો રંગભરી દેશે.જ્યારે ધુળેટી નિમિતે પોલીસ દ્વારા જાહેરનામાનો કડક અમલ કરવામાં આવશે. અને શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરાણે રંગ ઉડાવવાની કોશિશ કરતા તત્વોને સબક શીખવવામાં આવનાર છે.

- text

- text