લાલપર નજીક ભારે પવનને કારણે સિરામિક એકમનો પુલિંગ ટાવર ધરાશાયી

- text


શેડ અને સ્પ્રે ડાયરના પતરા તૂટ્યા, તૈયાર માલ પલળી ગયો

મોરબી : મોરબીના લાલપર નજીક ભારે પવનને કારણે સન ગ્લોસ સિરામિકમાં પુલિંગ ટાવર ધરાશાયી થવા ઉપરાંત બીજું પણ નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યું છે. જો કે કોઈ જાનહાની થઈ નથી.

- text

લાલપર નજીક મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલની સન ગ્લોસ સિરામિક નામની ફેક્ટરી આવેલ છે. જ્યાં આજે ભારે પવનને કારણે નુકસાન થયુ હતું. તેઓના જણાવ્યા મુજબ મશીનરીનો પુલિંગ ટાવર ધરાશાયી થયો હતો. શેડના પતરા અને સ્પ્રેના ડાયરના પતરા તૂટી ગયા હતા. આ ઉપરાંત તૈયાર માલ પલળી ગયો હતો. સાથે પાવરના પ્રોબ્લેમને કારણે પણ મશીનરીને નુકસાન થયું હતું.

- text