હોલિકા દહન ક્યારે કરવું ? મોરબીના જ્યોતિષાચાર્ય પાસેથી જાણો મુહૂર્ત…

- text


 

મોરબી: આ વર્ષે હોલિકા દહન 6 માર્ચના અથવા 7 માર્ચના છે એ વિશે લોકોમાં સંશય છે. ત્યારે હોલિકા દહન ક્યારે કરવું જોઈએ તે અંગે મોરબીના જ્યોતિષાચાર્ય આચાર્ય જીગ્નેશભાઈ પંડ્યાએ જાણકારી આપી છે.

નિર્ણય સિંધુ ગ્રંથાનુસાર
દિવોદાસીય પ્રમાણ આપે છે.

निशागमे प्रपूज्येत
होलिका सर्वदा बुधैः।
न दिवा पूजयेत्
ढुण्ढां पूजिता दुःखदा भवेत्‌ ॥
(पृष्ठ संख्या ४६५)

અર્થાત્:-
હોલિકા દહન નિશાકાળમાં કરવું જોઈએ દિવસમાં હોલિકા દહન અથવા હોલિકા પૂજન ન કરવું.

તારીખ 6 માર્ચ ને સોમવારના દિવસે 16:18 મિનિટ પછી પૂર્ણિમાનો આરંભ છે એટલે રાત્રિકાલમાં પૂર્ણિમા છે. જે દિવસે પૂર્ણિમા રાત્રિકાળમાં આવતી હોય એવા સમયમાં હોલિકા દહન કરવું શુભ તેમજ શાસ્ત્રોનો મત છે માટે 6 માર્ચ ને સોમવારના દિવસે 16:18 મિનિટ પછી પૂર્ણિમાનો આરંભ છે એટલે રાત્રિકાલમાં પૂર્ણિમા છે. ભદ્રાના મુખ તેમજ પૂછમાં હોલિકા દહન ના કરવું એ પણ પ્રમાણ છે. માટે ભદ્રાના વક્ષ, નાભિ અને કટી સ્થાન રાત્રિ 6 માર્ચ ને સોમવાર 12:47 સુધી છે. જેથી આ સમયે હોલિકા દહન માટે 6 માર્ચના સાંજે 6:47 થી 8:24 તેમજ રાત્રે 11:26 થી 12:47 સુધીમાં યોગ્ય છે.

- text

7 માર્ચ ને મંગળવારે સાંજના 18:11 સુધી જ પૂર્ણિમા છે. રાત્રિકાળમાં હોલિકા દહન સમયે પૂર્ણિમા આવતી નથી. આ કારણોસર રાત્રિકાલીન પૂર્ણિમા સોમવારના 6 માર્ચના દિવસે જ સુયોગ છે. દ્વારકા, સોમનાથ, કાશીમાં પણ સોમવાર 6 માર્ચના હોલિકા દહન છે.

હોલિકાદહન 6 માર્ચનાં સૂર્યાસ્ત પછી પ્રમાણભૂત છે. ભદ્રા સોમવતી છે માટે ગ્રાહ્ય છે. વિદ્વાનોનાં પરિશ્રમથી નિર્ણય સર્વગ્રાહી બને.

પૂજ્ય આચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યા
(ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી)
મોરબીમાં એક માત્ર કાશીના વિદ્વાન
જ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય
M.A. સંસ્કૃત
૯૪૨૬૯ ૭૩૮૧૯
શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય
ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5
વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાન ની બાજુમાં

- text