G-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત મોરબીમાં વિવિધ સ્પર્ધા યોજાશે

- text


સિનિયર સિટીઝન બહેનો માટે એથ્લેટીકસ, યોગાસન, ચેસ, રસ્સાખેંચની સ્પર્ધાઓ યોજાશે

મોરબી : ગુજરાત સરકાર દ્વારા G-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા જિલ્લા કક્ષા ૬૦ વર્ષથી વધુ વય ધરાવતી સિનિયર સિટીઝન બહેનોની એથ્લેટીકસ, યોગાસન, ચેસ, રસ્સાખેંચ સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, રૂષભનગર-૨, ઓમ શાંતિ પ્રી-સ્કૂલની બાજુમાં, મહારાણા પ્રતાપ (ગેંડા) સર્કલ, મોરબી ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવીને તારીખ 10 માર્ચ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીમાં જમા કરાવવાના રહેશે. ભાગ લેનાર ખેલાડીઓના આવનાર એન્ટ્રીના આધારે કાર્યક્રમની તારીખ જાણ કરવામા આવશે. વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના ફોન નંબર ૮૦૦૦૪૦૨૫૯૬/ ૯૭૧૪૭૫૫૫૭૧ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text

- text