મોરબી સરકારી શાળાના વિદ્યાર્થીઓને ટર્નીંગ પોઈન્ટ ટ્રેનિંગ અપાઈ

- text


વિદ્યાર્થીઓએ ૬૦ જેટલા મોડેલ બનાવી વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કર્યુ.

મોરબી : મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પ્રવૃત્તિ શિક્ષણ મળી રહે તે હેતુથી ગુજરાત ગેસ કંપની પુરસ્કૃત ઝીલ એજ્યુકેશન દ્રારા ટર્નિંગ પોઈન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ પોતાની જાતે મોડેલ બનાવે,પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરેલ તેમજ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે બાળક સાંભળેલું ભૂલી જાય છે,જોયેલું થોડું થોડું યાદ રહે છે પણ જાતે કરેલું સમજાઈ જાય છે,એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી મોરબી તાલુકાની માધાપરવાડી કુમાર અને કન્યા શાળા, કપોરીવાડી,વજેપરવાડી, લખધીરનગર,ઘુનડા(સ) નાની વાવડી કન્યા શાળા,ભરતનગર, ગોર ખોજડિયા,લીલાપર વગેરે શાળાઓના બબ્બે શિક્ષકોને ટર્નીગ પોઈન્ટ ટ્રેનિંગ પાંચ દિવસ સુધી આપવામાં આવી હતી.

જેમાં અભ્યાસક્રમમાં આવતા વિવિધ પ્રયોગો મોડેલ શિક્ષકોને બનાવતા શીખવવામાં તેમજ સમજાવવામાં આવ્યા હતા. તે શિક્ષકોએ આ તાલીમ વર્ગખંડમાં પોતાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી હતી.વિદ્યાર્થીઓ 60 જેટલા મોડેલ બનાવી વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતું. ત્યારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો.સીતારામ અને સંધ્યાબેન બંને તજજ્ઞો 20 શિક્ષકોને જુદા જુદા 60 મોડેલ બનાવતા શીખવેલ હતા. અને આ મોડેલ્સ બનાવવા માટેનું મટીરીયલ સાધન-સામગ્રીના પાંચ બોક્સ શાળા દીઠ અર્પણ કરવામાં આવ્યા હતા. આ મટીરીયલ માંથી તમામ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને દરરોજ અવનવી પ્રવૃત્તિઓ કરાવી હતી. તાલીમનો વર્ગખંડમાં વિનિયોગ કરી વિદ્યાર્થીઓએ પણ જૂદી જુદી પ્રવૃત્તિ કરી મોડેલ તૈયાર કર્યા હતા. આ મોડેલ તૈયાર થઈ ગયા બાદ મોડેલનું શાળામાં પ્રદશન યોજાયું હતું .

આ પ્રદર્શનમાં ડો.સીતારામ, ડૉ.સંધ્યાબેન, સીરામીક એસોસિએશન ના પ્રમુખ હરેશભાઈ બોપલીયા તેમજ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનને સફળ બનાવવા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી. તેમ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ જણાવ્યું હતું.

- text

- text