મોરબીઃ વનાળિયા પ્રાથમિક શાળામાં સ્લોગન તથા ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


મોરબીઃ મોરબીની વનાળિયા પ્રાથમિક શાળામાં વસુધૈવ કુટુંબકમ સ્લોગ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ષે G-20 દેશોની બેઠક ભારતમાં યોજાઇ હતી. જે સમગ્ર દેશ માટે ગૌરવ સમાન છે. ત્યારે આ બાબતે વિદ્યાર્થીઓ પણ જાગૃત થાય તે માટે વનાળિયા પ્રાથમિક શાળામાં “વસુધૈવ કુટુંબકમ્” સ્લોગન સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સુંદર કૃતિઓ રજુ કરી હતી..

- text

- text