રંગોના તહેવારને ભાવ વધારો ! મોરબીમાં ધુળેટી માટે 40થી 50 ટન કલર ઠલવાયો 

- text


કોરોનાના હાઉ વચ્ચે કલર અને પિચકારીનો ડિમાન્ડ મુજબ માલ જ ન આવતા પિચકારીની ડિમાન્ડ 

મોરબી : મોરબીમાં રંગોત્સવની ઉજવણીને લઈને અબાલ વૃદ્ધમાં અનેરો ઉમંગ છવાયો છે અને રંગોત્સવની ઉજવણીમાં એકબીજાના જીવનમાં ઉમંગનો રંગ ભરી દેવા અધિરા બન્યા છે. ધુળેટીનો તહેવાર નજીક હોય ત્યારે સંક્રાતિ વખતે સંભવિત કોરોનાની લહેરને કારણે ઉપરથી કલર અને પિચકારીનો ડિમાન્ડ મુજબ માલ આવ્યો નથી સાથે જ કલરના ભાવમાં વધારો થતા રંગોના તહેવારને પણ ભાવવધારો નડ્યો છે.

મોરબીમાં કલર અને પિચકારીઓના હોલસેલ વિક્રેતા શિવાની સિઝનના નરેશભાઈ ચંદેએ જણાવ્યું હતું કે, હાલ ધુળેટી નજીક હોવા છતાં કલરનો ડિમાન્ડ મુજબ ઉપરથી માલ જ આવ્યો નથી. કલર અને પિચકારીના છ જેટલા હોલસેલરો છે. છૂટક વેપારી ઘણા છે. આ 6 હોલસેલ વેપારીઓ પાસે હાલ 40 થી 50 ટન જેવો કલરનો જથ્થો આવ્યો છે. દર વખતે ધુળેટીમાં 50 થી 60 ટન કલરના જથ્થાની ડિમાન્ડ રહે છે. એટલે ડિમાન્ડ મુજબ કલરનો જથ્થો આવ્યો જ નથી. કલરમાં સુગંધી અને સાદો એમ બે પ્રકારની વેરાયટી છે. આ વખતે જે 10 કિલોની કલરની કોથલી આવે છે. એમાં માલની તંગીને કારણે 10 કિલો કલરમાં રૂ 10નો ભાવવધારો ઝીકાયો છે. બંધાય નેચરલી કલર જ મંગાવ્યા છે. રાખોડી મટોડી તો આવતી જ બંધ થઈ ગઈ છે. એકેય હોલેસ્લેરો આ રાખોડી મટોડી કલર મંગાવતા જ ન હોવાથી આ કલર બજારમાં મળશે જ નહીં.

- text

વધુમાં જણાવ્યું હતું કે, પિચકારીનો જથ્થો ખૂબ આવ્યો આવ્યો છે. જે માલ પિચકારીનો રોજ આવે છે તે વેચાય જાય છે. રોજના જેટલા એટલે કે પાંચ કે દસ કાર્ટૂન આવે તો એટલા જ વેચાય જાય છે.પિચકારીનો માલ ખૂબ જ ઓછો છે. એનું કારણ એ છે કે, અગાઉ મકરસંક્રાંતિ વખતે સંભવિત કોરોનાની લહેરને કારણે ઉપરથી માલ બનાવવાનું બંધ કરી દેતા કલર, પિચકારીના માલની આયાતમાં અસર પડી છે. કલરનો જથ્થો રાજસ્થાન અને લોકલ લેવેલેથી પણ આવે છે. પિચકારીમાં 50થી 100 વેરાયટીઓ છે. જ્યારે એન. સી. પંપ, ટાંકી, ટેન્ક, પંપ જેવી પિચકારીની ભારે ડિમાન્ડ રહે છે. જ્યારે અન્ય વેપારી વિપુલભાઈ ટોલીયાએ જણાવ્યું હતું કે, 40થી 50 ટન જેવો કલરનો જથ્થો આવ્યો હોય પણ હજુ જોઈએ તેવી ખરીદી જામી નથી. ધુળેટીના બે દિવસ પહેલા જ કલરની ખરીદી જામશે. જો કે માલ ડિમાન્ડ પ્રમાણે ભલે આવ્યો ન હોય તો પણ ધુળેટીમાં લોકોની ડિમાન્ડને પહોંચી વળાશે.

- text