મોરબીમાં બિયરબારની જેમ દુકાનમાં દારૂ -બિયરનું વેચાણ

- text


લીલાપર ચોકડી નજીક આવેલ રાધવ કોમ્પલેક્ષની દુકાનમાંથી કમલેશ સોનાગ્રાના કબ્જામાંથી વિદેશી દારૂ તથા બીયરનો રૂ. 47,430નો જથ્થો પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી

મોરબી : મોરબી જિલ્લામાં હોળી-ધુલેટીના તહેવારમાં દારૂની છોળો ન ઉડે તે હેતુથી પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું છે તેવા સમયે મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે લીલાપર ચોકડી નજીક આવેલ રાધવ કોમ્પલેક્ષની દુકાનમાંથી કમલેશ સોનાગ્રાના કબ્જામાંથી વિદેશી દારૂ તથા બીયરનો રૂ. 47,430નો જથ્થો ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના અન્વયે પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ નંદલાલ વરમોરા, વિક્રમભાઇ કુગસીયાને બાતમી મળી હતી કે, લીલાપર ચોકડી, તિર્થક પેપરમીલ પાસે, રાઘવ કોમ્પલેક્ષ દુકાન નં-15માં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા શનાળા રોડ ઉપર ન્યુ ગુજરાત હાઉસીંગબોર્ડમાં રહેતા આરોપી કમલેશભાઇ રમેશભાઇ સોનગ્રાના કબ્જામાથી દારૂ-બિયરનો મોટાપ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો.

- text

દરોડા દરમિયાન પોલીસે આરોપી કમલેશભાઇ રમેશભાઇ સોનગ્રાના કબ્જામાથી બ્લેન્ડર પ્રાઇડપ્રીમીયમ વ્હીસ્કીની બોટલ નંગ-17 કિમત રૂ.14450, સિગ્નેચર પ્રીમીયમ વ્હીસ્કીની બોટલ નંગ-9 કિ.રૂ.7380, જેમ્સન આઇરીસ વ્હીસ્કીની બોટલ નંગ-2 કિ.રૂ. કિ.રૂ.2800, બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બોટલ નંગ-6 કિ.રૂ.8400, કિંગ ફીસર સુપર સ્ટ્રોંગ બિયર ટીન નંગ-75 કિ.રૂ.7500, ગોડ ફાધર સુપર સ્ટ્રોંગ બિયર ટીન નંગ-21 કિ.રૂ.2100, ટુબર્ગ પ્રીમીયમ સ્ટ્રોંગ બિયર ટીન નંગ-24 કિ.રૂ.2400, કાર્લ્સબર્ગ સ્ટ્રોંગ બિયરની કાચની બોટલો નંગ-24 કિ.રૂ.2400 તેમજ અલગ અલગ કંપનીના મોકાઇલ ફોન નંગ-2 કિ.રૂ. 5500 મળી કુલ કી.રૂ. 52930નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ કે.જે. ચૌહાણ,એનએચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text