મોરબી સહિત રાજ્યભરમાં સીએનજી હડતાલ મોકૂફ

- text


ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલપંપ ધારકોનો માર્જિનનો પ્રશ્ન ઉકેલવા ખાતરી આપતા હડતાલ મોકૂફ

મોરબી : પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશન દ્વારા માર્જિન સહિતના પ્રશ્ને 3જી માર્ચથી મોરબી સહિત રાજ્યભરમાં સીએનજી વેચાણ બંધ કરી અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપ્યા બાદ આજે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલપંપ ધારકોનો માર્જિનનો પ્રશ્ન ઉકેલવા ખાતરી આપતા હડતાલ મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાત પેટ્રોલિયમ ફેડરેશનના સીએનજી કો-ઓર્ડીનેટર ગોપાલભાઈ ચુડાસમાના જણાવ્યા મુજબ ફેડરેશન દ્વારા આવતીકાલે તા.૦૩-૦૩-૨૦૨૩ને શુક્રવારથી CNGનું વેચાણ બંધ કરવાનું એલાન આપેલ હતું, કારણ કે છેલ્લાં 4વર્ષથી ડીલર માર્જીનમાં કોઈ વધારો થયો ન હતો. જો કે આ ન એલાનને કારણે આજ રોજ ગાંધીનગર ખાતે સીવીલ સપ્લાય ડીપાર્ટમેન્ટની હાજરીમાં ગુજરાતની હાજરીમાં ત્રણેય ઓઈલ કંપનીના અધિકારીઓ, ગેસ કંપનીના અધિકારીઓએ ફેડરેશનના તમામ કમીટી સભ્યોની હાજરીમાં મીટીંગનું આયોજન કરી ડીલર માર્જીન 20મી માર્ચ સુધીમાં આપી દેવા ખાતરી આપી હતી જેથી સીએનજી વેચાણ બંધ રાખવાની હડતાલનું એલાન પાછું ખેંચવામાં આવ્યું હોવાનું તેમને જણાવ્યું હતું.

- text

- text