મોરબી હાઇવે ઉપર માટીના ખડકલા કરવાની ડમ્પર ચાલકોની મનમાની યથાવત

- text


લાલપર પાસે હાઇવેની વચ્ચોવચ ડમ્પર ચાલકોએ માટીના ઢગલા કરી દેતા વાહન ચાલકો પર અકસ્માતનો ભય

મોરબી : મોરબી નજીક હાઇવે ઉપર ભારે વાહનોની માટીના ઢગલા કરવાની મનમાની યથાવત રહી છે જેમાં લાલપર પાસે હાઇવેની વચ્ચોવચ ડમ્પર ચાલકોએ માટીના ઢગલા કરી દેતા વાહન ચાલકો પર અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. હાઈવેની વચ્ચોવચ માટીના ઢગલાથી હાઇવે ઓથોરિટીની ઉંઘ કેમ ઊડતી નથી તેવા વેધક સવાલ ઉઠ્યા છે.

મોરબીના લાલપર ગામ નજીક ઓમકાર પેટ્રોલપંપ સામે નેશનલ હાઇવે ઉપર કોઈ ડમ્પર ચાલકે માટીનો ઢગલો ખડકી દીધો છે. હાઈવેની વચ્ચોવચ માટીનો મોટો ઢગલો ખડકી દેતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જો કે હાઇવે ઉપર વારંવાર ડમ્પર ચાલકો આવી રીતે માટી કે અન્ય કોઈ પથ્થરો સાથે માટીના ઢગલા ખડકી દેતા હોય છે અનેક વખત ડમ્પર ચાલકો માટીના રોડ ઉપર ઢગલો ખડકી દેવા છતાં હાઇવે ઓથોરિટી આંખ મિચામણા કરે છે. જો કે સવાલ એ થાય છે કે, ડમ્પર ચાલકોને હાઈવેની વચ્ચે શુ કામ માટીના ઢગલા કરવાની નોબત આવે છે. જો કે ડમ્પરો ઓવરલોડ હોવાને કારણે આગળ ચેકિંગ હોય કે અન્ય કોઈ કારણોસર રસ્તામાં વધારાનો માલ ઠાલવી દેતા હોય છે. ત્યારે ડમ્પર ચાલકોની આટ આટલી મનમાની છતાં હાઇવે ઓથોરિટીના પેટનું પાણી કેમ હલતું નથી ? લાખોનો ટેક્સ વસુલતી હાઇવે ઓથોરિટી સુવિધા આપવામાં સદંતર નિષફળ નીવડી છે.

- text

- text