લેઉવા પાટીદાર સમાજ ટંકારાના શૈક્ષણિક સંકુલમાં બિઝનેસ સેમિનાર યોજાયો

- text


ટંકારા : સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાના શૈક્ષણિક સંકુલમાં સ્લોગન ફાઉન્ડેશન તથા SBIના સંયુક્ત ઉપક્રમે શ
સરદાર લેઉવા પાટીદાર સમાજ બિઝનેસ સેમિનાર -2નું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં બિઝનેસના મહત્વ એવા ફાઈનાન્સ વિષયે પરાગ કકૈયા દ્વારા વિશેષ જ્ઞાન આપવામાં આવ્યું હતું. જ્યારે બીજા સેશનમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટ માટે આનંદ મીરાણી દ્વારા કેવી રીતે એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ કરવું અને ક્યાં દેશમાં આવેલા બિઝનેસમેન એક્સપોર્ટ કરી શકે તે માટેની એક એક પોઇન્ટની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા સેશનમાં SBI દ્વારા બેન્ક આપને કેવી રીતે મદદ કરશે અને આપને SBI બેન્ક કેવા કેવા પ્રકારની સુવિધા આપે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ તકે પોલિપેક એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ પનારા તથા તેમની ટીમ અને સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાના સર્વે ટ્રસ્ટી ગણ અને યુવા કમિટીના તમામ મેમ્બરો આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા. આ સેમિનારમાં આશરે 250થી વધુ બિઝનેસ મેન તેમજ બિઝનેસ વુમને ભાગ લીધો હતો.

- text

- text