પ્રજા ક્યાંથી ભરે ! મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓ જ વીજ બિલ નથી ભરતી

- text


પાણી પુરવઠા બોર્ડ, નગરપાલિકા, રેલવે ગ્રામ પંચાયત,સરકારી ક્વાટર્સ અને ગુજરાત ગેસ સહિતના 36 કરોડથી વધુના બિલ ભરાયા નથી

મોરબી : માર્ચ મહિનો ઢુકડો આવતા જ પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા મોરબી જિલ્લામાં બાકી વીજ બિલની ઉઘરાણી વસૂલવા 72 ટીમ દ્વારા ઝુંબેશ રૂપે કામગીરી કરવામાં આવી રહી છે, આ બાકી ઉઘરાણીના લિસ્ટમાં આમ જનતા કરતા સૌથી વધુ નાણાં સરકારી કચેરીઓના બાકી બોલી રહ્યા છે જેમાં હોસ્પિટલથી લઈ પાણી પુરવઠા બોર્ડ, નગરપાલિકા, રેલવે ગ્રામ પંચાયત,સરકારી હોસ્પિટલ ક્વાટર્સ અને ગુજરાત ગેસ સહિતનો સમાવેશ થાય છે અને સરકારી બાબુઓની આ કચેરીઓના 2 મહિનાથી એક વર્ષ સુધીના કુલ 36 કરોડથી વધુના બિલ ભરાયા ન હોવાનું સામે આવ્યું છે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના મોરબી સર્કલ હેઠળ બાકી વીજ બિલ વસુલવાની પ્રક્રિયા તેજ બનાવી ઉઘરાણીની યાદી બનાવી 51398 સામાન્ય જનતાના 21.79 કરોડના બાકી બિલ છે જેમાં વીજ બિલ ન ભરાયા હોય તો કનેક્શન ધડાધડ કાપવામાં આવી રહ્યા છે જે અન્વયે જિલ્લામાં આવા 189 ક્નેક્શન બાકી વીજબીલ હોવાથી કાપી નાખવામાં આવ્યા છે, સાથે જ 8702 વીજ ગ્રાહકો પાસેથી 3.80 કરોડ રૂપિયાની વસુલાત પણ કરી લેવામાં આવી છે.

- text

બીજી તરફ સામાન્ય નાગરિકો તો નાણાકીય ખેચના કારણે બિલ ન ભરી શકે તે માની શકાય તેવી વાત વચ્ચે મોરબી જિલ્લામાં અનેક સરકારી કચેરીઓ દ્વારા વીજ બિલ ભરાયા ન હોવાના આંકડા સામે આવ્યા છે જેમાં હોસ્પિટલના 2.79 કરોડ, સરકારી હોસ્પિટલ કવાટર્સના 6 લાખ, ગ્રામ પંચાયતોના 6 લાખથી વધુ, ગુજરાત ગેસના 80 હજાર, મામલતદાર ઓફિસના 30 હજાર, નગરપાલિકાઓના 16 કરોડ 92 લાખ, પોલીસ સ્ટેશનના 9 લાખ, રેલવેના 3.4 લાખ અને પાણી પુરવઠા બોર્ડ કચેરીના 18.82 કરોડથી વધુ રૂપિયા બાકી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વીજતંત્ર દ્વારાલોકોને બાકી વીજ બિલ તાત્કાલિક ભરી દેવા તાકીદ કરી છે અને જો સમય મર્યાદામાં નહિ ભરવામાં આવે તો કનેકશન કાપવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

- text