આજે મોરબી તાલુકાની વાંકડા પ્રાથમિક શાળાનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબી તાલુકાના વાંકડા ગામે આવેલી વાંકડા પ્રાથમિક શાળાને આજે સફળતા પૂર્વક 100 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આજે 25 ફેબ્રુઆરી ને શનિવારના રોજ રાત્રે 8-15 કલાકે વાંકડા પ્રાથમિક શાળામાં શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શતાબ્દી મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુ સાથે નૃત્ય, નાટક, ગીત- સંગીત, રાસ-ગરબા વગેરે કાર્યક્રમો સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવશે. તો આ તકે વિદ્યાર્થીઓને નિહાળવા અને પ્રોત્સાહિત કરવા તેમનો ઉત્સાહ વધારવા માટે આ કાર્યક્રમમાં હાજરી આપવા વાંકડા પ્રાથમિક શાળા પરિવાર તથા વાંકડા સમસ્ત ગ્રામજનો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text