મોરબીના કબીરટેકરી વિસ્તારમાં પાના ટીંચતા નવ ઝડપાયા

- text


બાતમીના આધારે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટાફનો દરોડો

મોરબી : મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટાફે ગતરાત્રે બાતમીના આધારે કબીર ટેકરી વિસ્તારમાં જુગારની રેડ કરીને સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના પત્તા ટીંચતા નવ આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટાફે ગતરાત્રે પેટ્રોલીગમા હોય તે દરમ્યાન પો.કોન્સ ચકુભાઇ કરોતરા તથા સિધ્ધરાજભાઇ લોખીલને ખાનગીરાહે હકિકત મળેલ કે કબીર ટેકરી શેરીનં.૨/૩ વચ્ચે સ્ટ્રીટલાઇટના અંજવાળે અમુક ઇસમો જાહેરમાં ગંજીપતાના પાનાવડે તીનપતીનો જુગાર રમતા હોય જેથી હકિકકતવાળી જગ્યાએ રેઇડ કરીને સ્ટ્રીટ લાઈટના અજવાળે ગોળ કુડાળુ વળી જુગાર રમતા આરોપીઓ અયુબભાઇ ગુલામભાઇ કાશમાણી, જુનેદભાઇ ઉર્ફે જુનીયો હુશેનભાઇ ખુરેશી, જાવેદભાઇ ઇશાભાઇ ખુરેશી, અહેમદભાઇ નુરમામદભાઇ ખુરેશી, યોગેશભાઇ મગનભાઇ વાઘાણી, અલ્તાફભાઇ અબ્દુલભાઇ ખુરેશી, અમીનભાઇ ઇબ્રાહિમભાઇ ખુરેશી, હાજીભાઇ મુસાભાઇ ખુરેશી, એઝાજભાઇ દાઉદભાઇ ચાનીયાને રોકડ રૂ.૫૧,૪૦૦ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text