હળવદમાં વીજતંત્રના દરોડામા રૂ.૧૪.૧૪ લાખની વીજચોરી ઝડપાઇ

- text


એક જ ગામમાંથી ૯.૩૫ લાખની વીજચોરી પકડાઈ

હળવદ : રાજકોટ નિગમિત કચેરી દ્વારા મોરબી વર્તુળ કચેરીના હળવદ વિભાગીય કચેરી હેઠળના હળવદ(શહેર) તથા ચરાડવા પેટા વિભાગીય કચેરીના ગામડાઓમાં ઘરવપરાશ અને વાણિજ્ય હેતુના વીજ જોડાણોમાં વીજ ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું. હળવદ પંથકમાં વીજતંત્રના દરોડા દરમિયાન રૂ.૧૪.૧૪ લાખની વીજચોરી ઝડપાઇ હતી.

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ઘનશ્યામપુર, ભલગામડા,પલાસણ,દીઘડીયા,માથક,રાયધ્રા અને રણછોડગઢમાં વીજચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. આ કામગીરીમાં જામનગર, ભુજ,અંજાર વર્તુળ કચેરી સહિતની મોરબીની તમામ કચેરીની ચેકીંગ ટુકડીઓ મળી કુલ ૩૧ ટીમો દ્વારા જુદી જુદી જગ્યાએ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી અને તેઓ દ્વારા કુલ રહેણાંક -૪૬૫ અને વાણિજ્યક-૨૧ વીજ જોડાણોનું ચેકીંગ કરવામાં આવેલ હતું. જેમાંથી ૫૧ ગ્રાહકો(રહેણાંક-૪૮ અને વાણિજ્યક-૦૩)માં ગેરરીતી-વીજચોરી માલુમ પડતા અંદાજીત રૂપિયા ૧૪.૧૪ લાખનો દંડ ફટકારવામાં આવેલ છે. વધુમાં,હળવદ તાલુકાના માથક ગામે લાંબા સમય બાદ પૂરતા પોલીસ રક્ષણ અને વિડીયોગ્રાફી સાથે વીજચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી અને આ એક જ ગામમાંથી ૯.૩૫ લાખની વીજચોરી પકડાયેલ છે અને આ ગામમાં વીજચોરીનું દુષણ ખુબ મોટા પ્રમાણમાં હોવાનું ધ્યાને આવેલ છે.

- text

- text