ટંકારાના જબલપુર ગામે રાત્રી સભા યોજતા જિલ્લા કલેકટર 

- text


ગ્રામજનો દ્વારા લતીપર ચોકડીના ખખડધજ રસ્તાનો પ્રશ્ન ઉઠાવાયો 

ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કલેક્ટરે ગ્રામ પંચાયતની સ્થળ તપાસ કરી હતી. રાત્રિ સભા અંતર્ગત લોકોના પ્રશ્નોનો મુખ્યત્વે સ્થળ પર જ નિકાલ કરાયો હતો. જે પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરી શકાય તેમ ન હોય તેવા પ્રશ્નોનો નિયત સમમર્યાદામાં નિકાલ કરવા કલેક્ટરે સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. વહીવટી તંત્રના મહેસૂલી, આરોગ્ય, ખેતી, પંચાયત વગેરે વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને વિવિધ જન કલ્યાણની યોજનાઓની માહિતી આપી હતી.

જબલપુર ગામે યોજાયેલી રાત્રિ સભામાં કલેક્ટર સમક્ષ ટંકારાના લતીપર ચોકડીના ઓવરબ્રિજ નીચેના ખખડધજ રોડનો પ્રશ્ન ઉઠ્યો હતો. આ રોડ ખખડધજ હોય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે રાત્રિ સભામાં આવેલા જિલ્લા કલેકટર સમક્ષ આ પ્રશ્નનો હલ તાત્કાલિક આવે તેવી ટંકારા વાસીઓએ માંગણી કરી હતી. આ તકે ડેપ્યુટી કલેકટર ઝાલા, ટંકારા મામલતદાર કેતન સખિયા, તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ કામરીયા, સટાફગણ, શાળાના આચાર્ય અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text