મોરબી નવયુગ વિદ્યાલયમાં માતૃ-પિતૃ પૂજન દિવસ ઉજવાયો

- text


મોરબી : ગઈકાલે તારીખ 14 ફેબ્રુઆરીના રોજ ઘણા લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતાં હોય છે ત્યારે ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવવા માટે મોરબીની નવયુગ વિદ્યાલયમાં વેલેન્ટાઈન ડેના બદલે માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

નવયુગ વિદ્યાલય ખાતે ધોરણ-3ના વિદ્યાર્થીઓના માતા-પિતાને શાળામાં આમંત્રિત કરીને ભગવાન સ્વરૂપ માતા-પિતાની દીપ આરતી સાથે વિદ્યાર્થીઓએ પૂજન કર્યું હતું. આ ઉપરાંત ધોરણ 5 અને 6ના વિદ્યાર્થીઓએ માતા-પિતા પ્રત્યેની લાગણીઓને ગ્રિટીંગ કાર્ડમાં લખીને રજૂ કરી હતી. આ ઉપરાંત ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું પૂજન કરીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે ધોરણ 4ના વિદ્યાર્થીઓએ માતા-પિતા વિશેના સુવાક્યો દ્વારા આ ઉત્સવની ઉજવણી કરી હતી.

સાથે જ પુલવામા હુમલામાં શહીદ થયેલા સેનાના જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરીને કેજીના વિદ્યાર્થીઓએ બ્લેક ડેની ઉજવણી કરી હતી અને ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ યોજીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફ પરિવાર તેમજ ઓફિસ સ્ટાફના મિત્રોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text