મોરબીના લીલાપર નજીકથી દેશી પિસ્તોલ સાથે એક ઝડપાયો

- text


એસઓજી પોલીસ ટીમે રીક્ષા ચાલક પાસેથી એક જીવતું કારતુસ પણ કબ્જે કર્યું

મોરબી : મોરબી એસઓજી પોલીસ ટીમે જોધપર નદીથી લીલાપર જવાના રોડ ઉપર મચ્છુ નદીના પુલ ઉપરથી દેશી બનાવટની પિસ્તોલ અને એક જીવતા કારતુસ સાથે રિક્ષા ચાલકને ઝડપી લઈ આર્મ્સ એકટ હેઠળ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ એસઓજી પોલીસ ટીમે ગઈકાલે બાતમીને આધારે મોરબીના જોધપર નદીથી લીલાપર જવાના રોડ ઉપર મચ્છુ નદીના પુલ ઉપરથી દેશી બનાવટની પિસ્તોલ અને એક જીવતા કારતુસ સાથે રિક્ષા ચાલક સન્ની ઉર્ફે ભાણો અમુભાઈ ઉર્ફે બાબુભાઇ ચાવડા રહે.સો ઓરડી મોરબી નામના શખ્સને રૂપિયા 5000ની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ તેમજ રૂપિયા 100ની કિંમતના જીવતા કારતુસ નંગ -1 સહિત 5100ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધાવ્યો હતો.

- text

- text