મોરબીના કાલિકા પ્લોટમા બિયરના 120 ડબલા રેઢા મૂકી ચાર શખ્સ ભાગ્યા

- text


મોરબી : મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમા કેટલાક શખ્સ બિયરનો જથ્થો સગેવગે કરી રહ્યા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા પોલીસને જોઈ ચાર શખ્સો બિયરના 120 ડબલા રેઢા મૂકી નાસી જતા ચારેય વિરુદ્ધ પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી 120 ડબલા બિયર કબ્જે કર્યા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના કાલિકા પ્લોટમાં ચંદુભાઈ ડિપો વાળી શેરીમાં બિયરનો જથ્થો સગેવગે થઈ રહ્યો હોવાની બાતમીને આધારે સિટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા આરોપી ભુપેન્દ્ર ઉર્ફે ભુપત જયસુખભાઈ વાઘેલા, અમિત મોહનભાઇ ગજરા, ધીરેન દિનેશભાઇ ચાવડા અને પરવેઝ દાઉદભાઈ ચાનીયા નામના શખ્સો સ્થળ ઉપર 120 બિયરના ટીન કિંમત રૂપિયા 12 હજારનો જથ્થો છોડી પોલીસને જોઈ નાસી ગયા હતા. આ મામલે સીટી એ ડિવિઝન પોલીસે ચારેય શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text