મોરબીમાં 12 માર્ચે 80 દીકરીઓના સમૂહ લગ્ન, અનુદાન આપી કન્યાદાનનું પુણ્ય મેળવવા હાંકલ

- text


 

મોરબીઃ મોરબીમાં આગામી તારીખ 12 માર્ચના રોજ યોજાનાર સર્વ જ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં 80 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે ત્યારે આ શુભ કાર્યમાં તન,મન, ધનથી સહકાર આપવા જણાવવામાં આવ્યું છે અને દાન આપવા માટે અપીલ કરાઈ છે.

મોરબી ખાતે શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિના માર્ગદર્શન હેઠળ લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ અને સિટી કલબ તથા વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના સહકારથી છેલ્લા 6 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં 195 દીકરીઓને પરણાવવામાં આવી છે. ત્યારે 12 માર્ચ, 2023ના રોજ વધુ 80 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે. જેમાં ગંગા સ્વરૂપ બહેનોના સંતાનો, વંચિત સમાજના સંતાનો, કોરોના મહામારીમાં તકલીફમાં મૂકાયેલા પરિવારના સંતાનો માટે આ સમૂહ લગ્નોસ્તવનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ દીકરીઓને કરિયાવરમાં સોના-ચાંદીના દાગીના સહિત 70 જીવનજરૂરી વસ્તુઓ ભેટમાં આપવાની છે. તો આ સેવા કાર્યમાં દાન આપવા અપીલ કરવામાં આવી છે.

- text

દાન આપવા માટેની વિગત
(1) VATSALYA EDUCATION AND CHARITABLE TRUST
BANK NAME – STATE BANK OF INDIA
ACCOUNT NO – 34195288763
IFS CODE – SBIN0060071

2) Bank account Name:
Vatsalya Education & Charitable Trust
Bank Name: The C0-Operative Bank of Rajkot Ltd.
ACCOUNT NUMBER: 0005110100002068
IFS CODE: YESB0RAJ005
BRANCH: RAVAPAR ROAD, MORBI-Gujarat-India

અથવા દાન આપવા માટે ડો.પરેશ પરિયા (મો.નં. 8732918183) અથવા લાયન ચંદ્રકાન્ત દફતરી (મો.નં. 9825223199) અથવા દેવકારણભાઈ આદરોજા (મો.નં. 9426247282)નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text