ભાઈએ કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી બહેનને માર મરાયો

- text


મોરબી તાલુકાના પંચાસર ગામનો બનાવ

મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામે ભાઈએ કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી માતા – પુત્રીએ યુવાનની બહેનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા મનીષાબેન પ્રવીણભાઈ પરમારના ભાઈએ પ્રેમલગ્ન કર્યા હોય તેનો ખાર રાખી યુવતીના માતા કાંતાબેન દિનેશભાઇ મકવાણા તેમજ તેમની પુત્રી દક્ષાબેને મનીષાબેનને ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારતા મનીષાબેને આરોપી માતા પુત્રી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 323,504,114 અને 135 મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text