મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

- text


મોરબી: મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા ડો હસ્તી મહેતાના એક દિવસીય 106મા કેમ્પનું આયોજન કાસમભાઈ સંધી, બાવા અહેમદશાની મસ્જિદ પાસે, કાલિકા પ્લોટમાં કરવામાં આવ્યું હતું. બપોરે 3.30 થી 6 વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં અંદાજે 250 થી વધુ દર્દીઓને વજન કરી તપાસીને ત્રણ દિવસની દવા ફ્રી તેમજ જરૂરિયાત મુજબ (ડાયાબિટીસ) બ્લડ સુગર ટેસ્ટ ફ્રી તેમજ બીપી ચેક કરી આપવામાં આવ્યું હતું.

આ કેમ્પને સફળ બનાવવા માટે કાસમભાઈ તથા નરેશભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી. સહાયક ચંદ્રલેખા મેહતા, રશ્મિન દેસાઈ, કોઠારીભાઈ, કેતન મેહતા, કૌશીકા રાવલ, ઋચિતા ભટ્ટ, જીગર ભટ્ટ, શબનમ મેમણ,બંસી ગોહેલે સેવા આપી હતી. આ પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રીતિબેન દેસાઈ, કવિતાબેન મોદાની, રેખાબેન મોર, મયુરીબેન કોટેચા, ચેતનાબેન અગ્રવાલ, નિશીબેન બંસલ, કલ્પનાબેન શર્મા સહિત અન્ય મેમ્બરોએ હાજરી આપી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો..

- text

- text