આવતીકાલે રવિવારે મોરબીમાં સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ યોજાશે

- text


મોરબી : આવતીકાલે 5 ફેબ્રુઆરી ને રવિવારે આયુર્વેદિક જીવનશૈલી દ્વારા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા, શરદી, તાવ, વાયરલ ઇન્ફેક્શન જેવા રોગોથી બચવા, યાદ શક્તિ વધારવા, શારીરિક તથા માનસિક વિકાસમાં મદદરૂપ, તેજસ્વી તથા ચતુર બનાવવા માટે આયુર્વેદમાં આશરે 3000 વર્ષો પહેલા બતાવેલ સુવર્ણપ્રાશન ટીપાંનો 38મો વિનામૂલ્યે કેમ્પ મોરબીમાં યોજાશે.

5 ફેબ્રુઆરી ને રવિવારે સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી, શ્રી સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી, પુજારા મોબાઈલ વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે સવારે 10 થી 1 અને સાંજે 4 થી 6 જ્યારે શનાળા ખાતેની સરસ્વતી સ્કૂલ, ઉમિયા ગેટની બાજુમાં સવારે 10 થી 12, લજાઈ ખાતે ગૌશાળાની સામે સાંજે 4 થી 6, ટંકારા ખાતે એમ.ડી. હોલ, એમ.ડી સોસાયટી ખાતે સાંજે 4 થી 5-30 સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાશે. તો આયુર્વેદિક જીવનશૈલી મોરબી દ્વારા આ કેમ્પનો લાભ લેવા જણાવાયું છે.

- text

- text