જયસુખ પટેલને સમર્થન આપતું મોરબીનું પેપરમિલ એસોસિએશન

- text


ઓરેવાના માલિક જયસુખ પટેલને પત્ર પાઠવી તેમની સાથે હોવાનો સધિયારો આપ્યો

મોરબી : મોરબી ઝૂલતાપૂલ કેસમાં પકડાયેલા ઓરવા કંપનીના માલિક જયસુખ પટેલને ઠેરઠેર સમર્થન મળી રહ્યું છે. ત્યારે મોરબીના પેપરમિલ એસોસિએશનને પણ જયસુખ પટેલને સમર્થન આપ્યું છે અને ઓરવા કંપનીના જયસુખ પટેલને પત્ર પાઠવી સાથે જ હોવાનો સધિયારો આપ્યો છે.

મોરબીના પેપરમિલ એસોસિએશનને અજંતા મેન્યુફેક્ચર્સ પ્રા. લિ.ના જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલ ઓરપેટ ચેરીટેબલ ટ્રસ્ટ – મોરબીને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે, મોરબી ઝુલતો પુલ તૂટવાનો અકસ્માત એ દુખદ અને કમનસીબ દુર્ઘટના હતી. સૌને તેનુ ખુબ જ દુ:ખ છે. સંપુર્ણ પરમીલ એસોસીએસન મૃતકોના પરીવાર પ્રત્યે સૌને સહાનુભૂતી છે, તથા સર્વે સ્વર્ગસ્થ મૃતાત્માને શ્રદ્ધાંજલી અર્પિત કરે છે. સૌરાષ્ટ્ર ભરમાં ગ્રામ્ય વિકાસ જળસંચય ચેકડેમ-તળાવ નિર્માનકૂવા-બોર રીચાર્જ, આરોગ્ય – સામાજીક સેવાકાર્યો વગેરેમાં અગ્રેસર દાતા છે. અગ્રણી ઉદ્યોગપતીની સાથે સાથે ઓરેવા-ઓરપેટ પરીવાર તેમની સામાજીક જવાબદારી અને રાષ્ટ્રીય ફરજ માટે હંમેશા અગ્રેસર હોય છે. જયસુખભાઈના પિતા ઓધવજીભાઈ પટેલ અન જયસુખભાઈ હંમેશાને માટે તમામ જ્ઞાતી જાતી અને તમામ લોકોને હંમેશા સાથ સહકાર આપતા રહ્યા છો.તેઓએ કન્યા કેળવણીના માધ્યમથી તમામ જ્ઞાતી-જાતીની દીકરીઓને શિક્ષણકાર્ય માટે મોરબીમાં કન્યા છાત્રાલયના માધ્યમથી કરેલું છે. પુલ દુર્ઘટનાનું દુઃખ સૌને છે પરંતુ એક સન્માનનીય સમાજસેવક સામાજીક અગ્રણી અને ફરજનિષ્ઠ અગ્રગણ્ય ઉદ્યોગપતીના સમાજ સેવાની જવાબદારી નિભાવતાના શુભ આશય અને શુભ ભાવના ધ્યાને તેઓને સપોર્ટ કરવાની સૌની ફરજ હોવાનું અંતમા જણાવ્યું હતું.

- text

- text