જંકફુડ એટલે કેન્સરને કંકોતરી ! આજે વર્લ્ડ કેન્સર ડે 

- text


ફાસ્ટફૂડના શોખીનો માટે ખતરાની ઘંટડી : પિત્ઝા, બર્ગર, કોલ્ડ ડ્રીંક્સ અને પેક્ડ ફૂડ્સ ખાવાથી 34 પ્રકારના કેન્સર થતા હોવાનો સર્વેમાં દાવો 

મોરબી : દરવર્ષે 4 ફેબ્રુઆરીના દિવસે વર્લ્ડ કેન્સર ડે ઉજવવામાં આવે છે, વિશ્વમાં કેન્સરની બીમારીનું પ્રમાણ ખુબ જ ઉંચુ જઈ રહ્યું છે ત્યારે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, જો તમે પિત્ઝા, બર્ગર, કોલ્ડ ડ્રીંક્સ અને પેક્ડ ફૂડ્સ ખાવાના શોખીન છો, તો તમને કેન્સર અને તેનાથી મૃત્યુનું જોખમ સૌથી વધારે છે. બ્રિટનમાં 1,97,000થી વધુ લોકો પર કરવામાં આવેલા રિસર્ચ દ્વારા આ સત્ય ઉજાગર કરાયું છે.

વૈજ્ઞાનિકોએ ચેવતણી આપી છે કે, અલ્ટ્રા પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો અથવા જંકફૂડ ખાવાથી કેન્સરના વિકાર અને તેનાથી મોતનું જોખમ વધી શકે છે. નિષ્ણાતો અનુસાર, તેમાં સૌથી વધારે યુવા અને મહિલાઓ ઉપરાંત એવા લોકો પણ સામેલ હતા, જેઓને કેન્સરના કોઇ વારસાગત ઇતિહાસ નહતો. અધ્યયન અનુસાર, મહિલાઓમાં ગર્ભાશયનું કેન્સર સૌથી વધુ જોવા મળ્યું હતું

પ્રતિ વર્ષ 4 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ કેન્સર ડે ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને વિશ્વમાં કેન્સર વિશે માહિતી અને જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી મનાવવામાં આવે છે. કેન્સર એક જીવલેણ બીમારી છે. જો કે, યોગ્ય સમયે તેના લક્ષણોની ઓળખ અને ઇલાજથી પીડિતનો જીવ બચાવી શકાય છે. લંડનની ઇમ્પિરિયલ કોલેજ દ્વારા કરવામાં આવેલા આ નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, લોકો દ્વારા દરરોજ લેવાતા ખાદ્ય પદાર્થોથી પણ કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે.

- text

જર્નલ ઇક્લિનિક મેડિસિન દ્વારા પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અથવા જંકફૂડ ખવાથી તમને એક બે નહીં પણ અલગ-અલગ પ્રકારના 34 કેન્સરનું જોખમ રહેલું છે. નિષ્ણાતોએ પોતાના અધ્યયનમાં 197,426 લોકોના ભોજનની આદતો અંગે જાણકારી મેળવી હતી.નિષ્ણાતો અનુસાર, પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી કોઇ પણ કેન્સરનું જોખમ 2 ટકા અને ઓવેરિયન કેન્સરનું જોખમ 19 ટકા સુધી વધી શકે છે.

એટલું જ નહીં, આ ચીજોથી કેન્સર દ્વારા મોતનું જોખમ 6 ટકા સુધી વધી જાય છે, જ્યારે ગર્ભાશય કેન્સરથી મોતનું જોખમનું 30 ટકા સુધી વધી શકે છે.અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના લિસ્ટમાં ફાસ્ટફૂડ જેમ કે, ફ્રેન્ચ ફ્રાઇઝ, સોડા, કુકીઝ, કેક, કેન્ડી, ડોનટ્સ, આઇસક્રિમ, સૉસ, હોટ-ડૉગ, સૉસેજ, પેક્ડ સૂપ, ફ્રોઝન પિત્ઝા, રેડી ટૂ ઇટ મીલ અને ઓઇલી ફૂડ

નિષ્ણાતોના મતે, પ્રોસેસ્ડ ફૂડને સ્વાદ વધારવા અને લાંબા સમય સુધી જાળવી રાખવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવે છે. આ જ કારણ છે કે, આ ચીજોને બનાવતી વખતે તેમાં અલગ અલગ પ્રકારના કેમિકલવાળા રંગ અને એવી ચીજોનો ઉપયોગ થાય છે જેનાથી તે પેકિંગની અંદર પણ આકર્ષક લાગે છે.છેલ્લાં અનેક અધ્યયનોમાં એ વાત સામે આવી છે કે, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનું નિયમિત સેવન કરવાથી કેન્સર જ નહીં પરંતુ મેદસ્વિતા, હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક, ટાઇપ-2 ડાયાબિટીસ ઉપરાંત મોતનું જોખમ પણ વધી શકે છે.

- text