વાંકાનેર દોશી કોલેજનો એનસીસી કેડેટ આર્મીમાં સિલેક્ટ 

- text


વાંકાનેર : વાંકાનેરની દોશી કોલેજમાં ચાલતા એનસીસી માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં ‘માં’ ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. અને હાલ જ આઠ વિદ્યાર્થીઓ પોલીસ અને એસઆરપીમાં પસંદગી પામ્યા છે ત્યારે તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલ આર્મી ભરતીમાં દોશી કોલેજનો વિધાર્થી સિલેક્ટ થતા કોલેજ અને વાંકાનેરનું ગૌરવ વધ્યું છે.

તાજેતરમાં રાજકોટ ખાતે આર્મીની ભરતીમાં વાંકાનેર દોશી કોલેજનો એનસીસી કેડેટ સરવૈયા રોહિત વિનોદભાઈ ગ્રાઉન્ડ તેમજ મેડિકલ પાસ કરી એનસીસી “સી” સર્ટીફીકેટ પરીક્ષા પાસ કરેલ હોવાના કારણે લેખીત પરીક્ષા આપવાની ન હોય ગ્રાઉન્ડ અને મેડિકલ પાસ કરી ડાયરેક્ટ આર્મી ભરતીમાં પસંદગી પામ્યા હતા. તેઓએ દોશી કોલેજ અને વાંકાનેરનું ગૌરવ વધાર્યું છે.

- text

એનસીસી કેડેટ સરવૈયા રોહિત વિનોદભાઈને કેપ્ટન ડૉ. યોગેશ એ. ચાવડાએ માર્ગદર્શન અને યોગ્ય તાલીમ પૂરી પાડેલ છે. જે બદલ એન.સી.સી. કેડેટ સરવૈયા રોહિત વિનોદભાઈ અને કેપ્ટન ડૉ. યોગેશ એ. ચાવડાને આ સફળતા માટે દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, સેક્રટરી, આચાર્ય, અને દોશી કૉલેજ પરિવારે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

- text