મોરબી રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરાશે : કેન્દ્રીય રેલ મંત્રીની જાહેરાત

- text


કેન્દ્ર દ્વારા ગુજરાત રેલવેને નાણાકીય વર્ષ 2023-24 માટે રૂ. 8332 કરોડની ફાળવણી કરાઈ : 87 રેલવે સ્ટેશનોને ડેવલપ કરાશે

મોરબી : મોરબી સહિત 87 રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરાશે. આ માટે કેન્દ્ર દ્વારા ગુજરાત રેલવેને નાણાકીય વર્ષ 2023-24 માટે રૂ. 8332 કરોડની ફાળવણી કરાઈ છે. તેવી જાહેરાત કેન્દ્રીય રેલ મંત્રી દ્વારા કરવામાં આવી છે.

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે બપોરે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા ગુજરાત રેલવેને નાણાકીય વર્ષ 2023-24 માટે રૂ. 8332 કરોડની ફાળવણી કરાઈ છે. જેમાંથી ગુજરાતમાં અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, બારડોલી, ભાણવડ, ભરૂચ, ભાવનગર, ભક્તિનગર, બોટાદ, ડભોઈ, ધ્રાંગધ્રા, દ્વારકા, ગાંધીગ્રામ, ગોંડલ, જામનગર, જૂનાગઢ, ખંભાળિયા, લીંબડી, મહેસાણા, મહુવા, મોરબી, પડધરી, પાલીતાણા, પોરબંદર સહિતના 87 રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરાશે.

- text

- text