હળવદ માળીયા હાઇવે પર જુગાર રમતા પાંચ ઝડપાયા, બે ફરાર

- text


 

હળવદ : હળવદ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે હળવદ માળીયા હાઇવે પર આવેલ અમુલ ફર્નિચર અને એ.સી. એગ્રો વચ્ચે રોડની સાઈડમાં આવેલ બાવળના જુંડમાં જાહેરમાં ગંજી પતાના પના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા આરોપીઓ અશોકભાઈ જેઠાભાઈ ચીભડીયા, સુરેશભાઈ વિનુભાઈ વાઘેલા, અલ્તાફભાઈ હુસેનભાઈ કટીયા, ગોવિંદભાઈ અજાભાઈ જખાણીયા, નાનજીભાઈ બાબાભાઈ વાઘેલાને કુલ રૂ.૧૦,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે અન્ય બે આરોપીઓ સામતભાઈ ભરવાડ, વિપુલભાઈ રાજુભાઈ વાઘેલા નાસી છૂટતા પોલીસે આ બન્નેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

 

- text